ચલો આપણે ગીત લખીયે by Dhruv Bhatt #Poetry Heals
Manage episode 514754006 series 3242530
ચલો આપણે ગીત લખીએ સીધી સાદી રીત લખીએ
પથ્થરને વાદળ કહેશું ને જણને કહીશું ઝાડ
રેતી કહેશે સાંભળ અલ્યા સાંભળશે વરસાદ
ઘાસ અને તડાકાને છાની વાત હોય છે નિત લખીએ
એક ઝરણને કાંઠે ઊગ્યાં ફૂલને ફૂટે પાંખ
એક અજાણ્યું વાદળ ખોલે નક્ષત્રોની આંખ
વિસ્મયનું જંગલ ને એમાં
ઊજળો-ઝાંખો દીપ લખીએ
મસમોટી દુનિયાની ચાલો મુઠ્ઠી ભરીએ એક
ને ખિસ્સામાં મમરા નીચે મૂકી દઈએ છેક
મારતી ખિસકોલીના પટ્ટા જેવી
પ્રીત લખીએ
ચલો આપણે ગીત લખીએ
સીધી સાદી રીત લખીએ
60 episodes